ધોબીકુવા ગામે વેરાઈ માતાજી ના મંદિરે પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે ઉપસ્થિત રહીને આરતી-દર્શન નો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવનો વાતાવરણ છવાયો હતો.