કપરાડા: કોઠાર ગામમાંથી દીપડાનું રેસ્ક્યુ કરાયું, ગ્રામજનોએ હાશકારો લીધો
છેલ્લા કેટલાય સમયથી કોઠાર ગામમાં દીપડાએ આતંક ફેલાવ્યો હતો, જેને લઇને સમગ્ર ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યારે આજે વહેલી સવારે કોઠાર ગામમાંથી દીપડાનું રેસ્ક્યુ કરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો, જો કે હાલ દીપડાને નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગમાં લઈ જવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, ત્યારે સમગ્ર ઘટના બાદ કોઠાર ગામમાં શાંતિનો માહોલ છવાયો છે.