વરસાણા વિસ્તારમાં ચાલી રહેલા રોડના અધૂરા કામને કારણે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ટ્રક ઓનર્સ વેલ્ફેર એસો.રતનાલ દ્વારા ટોલ ઓપરેટર તથા સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે રોડનું કામ પૂર્ણ ન થવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે, ત્યારે ટોલ વસૂલાત અયોગ્ય છે. એસોસિયેશનની માંગ છે કે જ્યાં સુધી રોડનું 100 ટકા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ રાખવામાં આવે.