બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ શ્રાવણ માસની અમાસ નિમિત્તે 52 ગજની ધજા ચડવામાં આવી.સાથે લોકમેળો યોજાયો.પાંડવકાલીન પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે 52 ગજની ધજા ચઢાવવામાં આવી આ સમયે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભવ્ય લોકમેળો યોજાયો જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.