અષ્ટવિનાયક ગણેશ મંડળની શોભાયાત્રા દરમિયાન સ્ટેશન રોડ પર ચેતક સિક્યુરિટીના હથિયારધારી માણસો જોવા મળ્યા હતા. પોલીસે સિક્યુરિટીના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમને તેમના મેનેજર જયેશભાઈ સોલંકી દ્વારા આયોજક જશ રાકેશ પટેલના કહેવા પર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આયોજકે મામલતદાર કચેરી તરફથી મેળવેલી પરવાનગીમાં હથિયારધારી વ્યક્તિઓને લાવવાની કોઈ મંજૂરી નહોતી. આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સીધો ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો.