ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જેને પગલે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે અંકલેશ્વરમાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ,દીવા રોડ ઉપર આવેલ નીચાણવાળી સોસાયટીઓના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.