પાવાગઢ ખાતે બનેલી લિફ્ટ દુર્ઘટનામા જાંબુઘોડા નજીક આવેલા મોતીપુરા ગામના રહેવાસી દિલીપભાઈ કોળીનું પણ મોત નિપજ્યું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો ઘટના બાદ મોડી રાત્રીના સમયે હલોલ ખાતે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિલીપભાઈના મૂર્તદેહને તેમના ગામ મોતીપુરા ખાતે લઇ જવાતા પરિવારજનો માં આક્રંદ છવાઈ ગયો હતો.જેમા આજે રવિવારે અંતિમયાત્રામાં નજીક-ના તેમજ દૂરથી સગા-વ્હાલાં તથા ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.