સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત 1 સપ્ટેમ્બર ને શનિવારે સાંજે અચાનક ડ્રમ વોશર મશીનમાં ભયાનક બ્લાસ્ટ થતા ભારે હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 22 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન ઘટનાના દિવસે બેના મોત બાદ એક પછી એક શ્રમજીવીઓના મોત નીપજ્યા હતા જેમાં આજે મંગળવારે સારવાર દરમ્યાન વધુ એક 37 વર્ષીય શ્રમજીવી યોગેન્દ્ર બનારસી પ્રજાપતિનું મોત નીપજતા મૃત્યુ આંક 8 થયો છે. પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટરે આપી પ્રતિક્રિયા