બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ ઉપર આવેલ વેજલકા ગામ ખાતે સમસ્ત ગામ દ્વારા ખેતલીયાદાદા નો ભવ્ય સમૈયો યોજાયો.હજારોની સંખ્યામાં લોકો આ સમૈયામાં ઉમટી પડ્યા સાથે ખેતલીયાદાદા નું વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. વર્ષોની પરંપરા મુજબ ખેતલીયાદાદા વેજલકા ગામ ખાતે આવે છે અને ભવ્ય સમૈયો યોજાય છે હજારો લોકો ખેતલીયાદાદા ના દર્શન કરવા માટે આવે છે ત્યારે આ સમૈયામાં મોટી સંખ્યામાં લોકો ખેતલીયાદાદા ના દર્શન કરીને ધાન્યતાનો અનુભવ કર્યો હતો.