સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થતા ત્યારે તેમાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને 5 ગેટ ખુલ્લા હતા જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે આજે બીજા પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. કુલ 10 ગેટ 1.05 મીટર ખોલી 75,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક,કુલ મળી 1,20,000 ક્યુસેક જાવક નદીમાં થઇ રહી છે.