ભાદરવી પૂનમના મહામેળા માં ત્રીજા દિવસે 7.20 લાખ કરતાં વધુ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા જોકે ત્રણ દિવસમાં કુલ 14,99થી વધુ માઇ ભક્તોએ અંબાજી પહોંચી માં અંબા ના દર્શન કર્યા હતા બુધવારે રાત્રે 11:30 કલાકે વહીવટી તંત્રએ આપેલી માહિતી પ્રમાણે મેળા ના ત્રીજા દિવસે મોહનથાળના 4,90,949 પેકેટનું વિતરણ થયું હતું જ્યારે ભંડારાની આવક 43.86 લાખ નોંધાઈ હતી.