બનાસકાંઠા એલસીબી દ્વારા બાતમીના આધારે ઈકબાલગઢથી ઝાંઝરવા રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપીને એક શખ્સની અટકાયત કરવામાં આવી છે જોકે નાસી જનાર, દારૂ ભરી આપનાર અને પાયલોટિંગ કરનાર સહિતના લોકો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાની જાણકારી પણ બનાસકાંઠા એલસીબી દ્વારા આજે શનિવારે સાંજે 6:30 કલાકે આપવામાં આવી હતી.