પલસાણા તાલુકાના કણાવ ગામના પટેલ ફળિયાની પાછળ ના રસ્તા ઉપર એક રાહદારી ને અજગર જોવા મળતા રાહદારીએ ગામના જીવદયા પ્રેમી શિવમ રાઠોડ ને જણાવતા શિવમભાઈ એ 7 ફુટના અજગર ને સહીસલામત બચાવ કરી પલસાણા વનવિભાગ ના કર્મચારી સુનિલભાઈ રાવળ ને જાણ કરતા સુનિલભાઈ રાવળ કણાવ ગામે જઈ અજગર નો કબજો લઈ અજગર ને નજીકના જંગલ માં સહી સલામત છોડી મુકવામાં આવ્યોં હતો