આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કૂવામાં ભેંસ પડી જવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.સ્થાનિક લોકોની મદદ સાથે ફાયર બ્રિગેડ ટીમે સંકલિત પ્રયાસો કર્યા બાદ ભારે જહેમત ઉઠાવી ભેંસને સાવચેતીપૂર્વક કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે ભેંસ સંપૂર્ણપણે સહીસલામત બહાર આવી હતી.