તારાપુરના મોરજ રોડ ઉપર આવેલી પવિત્ર ટાઉનશિપમાં બાળકોને રમવાને લઈને બે પડોશી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને પરિવારે એકબીજાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે તારાપુર પોલીસે જનકબેન જગદીશભાઈ ભરવાડ અને સામા પક્ષે હેતલબેન લાલજીભાઈ વાણિયાની ફરિયાદ નોંધી ગુનાઓ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે