ભાવનગર ઘોઘા રોડ પોલીસ માથક ખાતેથી જણાવ્યા અનુસાર ઘોઘા રોડ પોલીસ પથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, આડોડીયાવાસ વિસ્તારમાં એક મહિલાએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી મહિલાના ઘરેથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો અને આગળની તપાસ હાથ ધરી હતી.