ભરૂચ એલસીબનો સ્ટાફ રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી-નેત્રંગ માર્ગ ઉપર ચાની કિટલીની પાછળ ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને બે ફોન મળી કુલ 14 હજારથી વધુના મુદ્દામાલ સાથે રાજપારડી ગામના સડક ફળિયામાં રહેતો જુગારી કલ્પેશ સવા વસાવા અને રમેશ બચુ વસાવાને ઝડપી પાડ્યો હતો.