સામાન્ય રીતે શહેરી જનો પાલિકામાં જન્મ મરણના દાખલા લેવા માટે આવતા હોય છે પરંતુ હાલમાં હિંમતનગર નગરપાલિકા સહિત અન્ય નગરપાલિકાઓમાં જન્મ મરણ દાખલાનું સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાને લઈ કામગીરી આગામી 10 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.હાલતો હિંમતનગર નગરપાલિકામાં જન્મ મરણ દાખલાની કામગીરી બંધ હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જોકે આગામી સમયમાં સોફ્ટવેર અપડેટ થયા બાદ સમગ્ર દેશમાં એકજ સોફ્ટવેર એટલેકે CRS પોર્ટલ થકી સેવાઓ ઉપલબ્ધ થશે.