સુરેન્દ્રનગર ખાતે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલોથોન રેલી સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરવામાં આવી હતી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ સહિતનાઓ દ્વારા ફ્લેગ ઓફ આપી આ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમજ સાઇકલ રેલીમાં સહભાગી બન્યા હતા.