ગળતેશ્વરના મુખ્ય મથક સેવાલિયામાં મોટીસંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા. બાદમાં ઠાસરા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ભાજપ કાર્યકરોના પ્રવેશબંધીથી લઈ ગામે ગામ બેનરો પોસ્ટરો મારી ભાજપ વિરુદ્ધ પ્રચાર, મતદાન કરવા ચીમકી ઉચ્ચારી હતી.