અમદાવાદમાં જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને જાહેર રોડ પર લોકોની હાજરીમાં જ તે યુવકને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી શનિવારે 1 વાગ્યાં સુધીમાં 3 આરોપીઓને પકડી પાડ્યા છે, જોકે હજુ પણ અનેક આરોપીઓ ફરાર હોય તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.