નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "જિલ્લા ક્રિકેટ કપ ૨૦૨૫"નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આજરોજ કલેકટર કચેરી ખાતે કલેક્ટર શ્રી રાજેશ તન્ના દ્વારા "જિલ્લા ક્રિકેટ કપ ૨૦૨૫" માટેના લોગો તથા વિજેતા ટીમ માટેની ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.