ભરૂચ જિલ્લા કલેકટર કચેરી આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોએ એક આવેદનપત્ર આજે બપોરના અરસામાં પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર નિમણુંકથી અત્યાર સુધી અનેક રોગ, માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આપવામાં આવે છે.જેમાં સગર્ભા સ્ત્રીની 9 મહિના સુધી સંભાળ લેવી, ઝીરોથી 5ચ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી સહિતના કાર્યો કરવા છતાં વેતન વધારો કરવામાં આવતો નથી ત્યારે વેતન વધારાની માંગ કરવામાં આવી છે.