હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે.આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધારાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું હતું. ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે જે જર્જરીત હાલતમાં પણ થઈ ગયું છે.