સુરેન્દ્રનગર જિલ્લામાં આંખની તકલીફના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ એક મહિનામાં 1500 જેટલા કેસ નોંધાયા હતા તેના બદલે હવે 4500 થી વધુ કેસ નોંધાયા હતા. મોબાઈલ અને કોમ્પ્યુટર સતત જોવામાં આવતા હોવાથી આંખો ની તકલીફ ના દર્દીઓમાં વધારો નોંધાયો હોવાની સંભાવના છે.