બારડોલી ડિવિઝનની સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૬/૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકે ડાક અદાલત યોજાશે. જેમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. આ માટે તા.૨૪/૯/૨૦૨૫ સુધીમાં ટપાલ સેવા તથા પેન્શન સંબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો સ્પષ્ટ અને મુદ્દાસર રીતે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ બારડોલી ડિવિઝન, લીમડા ચોક, મોદી ટાવર, બારડોલી,ને મોકલવાની રહેશે