ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત જયકુમાર મહાજન નામના તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. તબીબ સ્ટુડન્ટને ગંભીર હાલતમાં હાલ ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ડીનના જણાવ્યા મુજબ તેમના કબજામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. આ ઘટના અંગે મહારાષ્ટ્રમાં રહેતા તેમના માતાપિતાને જાણ કરી દેવામાં આવી છે.