જામનગરમાં જૈન સમાજ દ્વારા 'મિચ્છામી દુક્કડમ' સાથે ક્ષમાપના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૈનોએ સમાજનાં તથા જેમની પણ સાથે સંબંધ હોય એવા ઇતર સમાજનાં લોકોને પણ મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુઃખવ્યુ હોય તો એ માટે ક્ષમાપ્રાર્થના કરી હતી. ઉપરાંત ૮ થી લઇ ૩૦ ઉપવાસ સુધીની તપસ્યા કરનારા તપસ્વીઓની શોભાયાત્રા યોજાઇ હતી તથા આજે સામૂહિક પારણાંનો કાર્યક્રમ પણ યોજાયો હતો.