સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં 3.66 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં કપાસના પાકમાં સફેદ ઇયળોના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન બન્યા છે. ઇયળો નો ઉપદ્રવ ઘટાડવા માટે ખેડૂતોને મોંઘીદાટ દવાઓનો ખર્ચ કરવાની નોબત આવી છે તેમજ ઇયળોના કારણે કપાસના પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતા ને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.