ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના વોરા વાડ ખાતે રહેતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની હતી. જે અંગે વેપારી દ્વારા ગંગાજળિયા પોલીસ મથકમાં રૂપિયા 28,01,097 ની છેતરપિંડી થયાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી ગાજિયાબાદ ખાતેથી મહિલા સહિત બે લોકોને ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.