વડગામના સુખપુરા ગામેથી અજાણી અસ્થિર મગજની મહિલાનેવડગામ પોલીસ મથકે લાવી હતી ત્યારબાદ તેના પરિવારને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી ત્યારે મહિલા પાસેથી તેના દીકરીનો નંબર મળી આવતા પોલીસ દ્વારા દીકરીનો સંપર્ક કરતા આ મહિલા ગાંધીનગરના પેથાપુર ગામના જનકબેન કાળુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું પરિવારના સભ્યોએ કહ્યું કે માતાજી અસ્થિર મગજ હોવાથી ઘરેથી નીકળી ગયા હતા પરંતુ પોલીસે અસ્થિર મહિલાને પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર એ વડગામ પોલીસનો આભાર માન્યો