ઉપલેટાના સિંધી સમાજ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલા શાળાના વિદ્યાર્થીની ઉપર થયેલા હુમલા અને બાદમાં તેમના મોત બાદ બનેલી ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાના વિરોધમાં ઉપલેટા સિંધી સમાજ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી કાઢીને સૂત્રોચાર સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.