કડી તાલુકાના કાસવા ગામેથી આજરોજ એટલે કે 5 સપ્ટેમ્બર ને ભાદરવા સુદ તેરસ ના રોજ બપોરના 2:00 વાગે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામે આવેલ શ્રી શક્તિ માતાજીના ધામમાં પગપાળા સંઘ નું પ્રસ્થાન થયું હતું.કાસવા ગામમાં થી છેલ્લા 25 વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે.જેમાં નાના ભૂલકાઓથી લઈ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં આ પગપાળા સંઘમાં પાટડી ધામે જવા માટે જોડાયા હતા.જે પ્રસ્થાન થતાં સમસ્ત ગામ માતાજીના રથને દર્શન કરવા માટે આ ઉમટી પડ્યા હતાં.