સાગબારા અને સેલંબા ખાતે અબીલ ગુલાલની છોળો અને વરસતા વરસાદમાં ભક્તો અને નગરજનોએ દુંદાળા દેવને વિદાય આપવા વિસર્જન યાત્રા કાઢી હતી.સાગબારા સેલંબાના વિવિધ ગણેશ મંડળો તેમજ ભક્તજનોએ અવિરત વરસાદના માહોલમાં વિસર્જન યાત્રા કાઢીને ભક્તિનો પરચો આપ્યો હતો.અને ઢોલ, નગારા, ત્રાંસા અને બેન્ડબાજા ના સથવારે નગરમાં વિસર્જન યાત્રા દરમિયાન ભકતજનો ઝુમ્યા હતા.મોડી રાત સુધી વિસર્જન યાત્રા ચાલતા વિસર્જન સ્થળે સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ન તો લાઈટોન વ્યવસ્થા ઉભી કરાય ન ત