નર્મદા મૈયા બ્રિજની નીચે કિચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. નદીમાં કિચડમાં ફસાયેલ મૃતદેહ સ્થાનિકોએ જોતા આ અંગે તેઓએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કીચડમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે