ઉના નજીક ભાચા ગામના સામાકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.અહીં આવેલ કોઝવે ધરાશાયી થયો છે.જેના પગલે લોકો તેમજ બાળકો ટ્યુબ અને દોરડાના સહારે પસાર થવા મજબૂર બન્યા છે.સ્થાનિકોનું કહેવું છે આગેવાનો માત્ર દિલાસાઓ આપે છે ત્યારે આ પુલનું સમારકામ વહેલી તકે થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.