અમદાવાદના મેમકો બ્રિજ નીચે પ્રેમનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઇ... આંબેડકર સોસાયટીમાં ગુરુવારે રાત્રિ દરમિયાન 3 થી 4 લોકોએ અપશબ્દો બોલતા સોસાયટીના લોકોએ તેમને ઠપકો આપ્યો હતો.. જે બાદ તો તેઓ જતાં રહ્યા હતા.. પરંતુ થોડીવાર પછી તેઓ પરત આવ્યા અને 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી..