સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે જ્યારે હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ મેઘમહેર યથાવત છે જ્યારે હજુ પણ આગામી સમયમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ દર્શાવાઇ છે ત્યારે દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નાળાઓ અને ડેમો છલકાયા છે ત્યારે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ખેડૂતોને મોટા પાયે નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ તેવો ઘાટ સર્જાયો છે.