ઝાલાવાડ ના લોકો ને હરિદ્વાર જો ટ્રેન મારફતે જવું હોય તો અમદાવાદ જવુ પડતુ હતુ પણ હવે ભાવનગર હરિદ્વાર ટ્રેન શરૂ થતા ઝાલાવાડ ના લોકો ને ઘણી રાહત થઈ છે. આ ટ્રેનને જો રાણપુર ચુડા ખાતે સ્ટોપેજ મળે તો ધર્મપ્રેમી જનતા ને ઉત્તરાખંડ ની યાત્રા અથવા રાજસ્થાન કે દિલ્હી તરફ જવા ઘર આંગણે જ સુવિધા ઉપલબ્ધ થાય આ બાબતે સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી અને વહેલી તકે ચુડા ખાતે સ્ટોપેજ આપવા માટે લેખિત રજૂઆત કરી હતી.