માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઇડીસી માંથી ચોરી કરેલ કોપર વાયર વેચવા જઈ રહેલા ત્રણ આરોપીઓને ₹10,26,000 ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા તારીખ 21 ના રોજ પીપોદરા જીઆઇડીસી માંથી કોપર વાયરો ની ચોરી થઈ હતી જે વાયરો અંકલેશ્વર તરફ વેચવા માટે જઈ રહ્યા હતા ત્યારે કોસંબા નજીક પોલીસે વાહન અટકાવી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા