બગુમરા ગામના ઉપસરપંચ આકાસસિંહ વાંસિયાને જાણ થતા ગામના યુવાનોને સાથે રાખી શ્રી ગણેશજીની અર્ધવિસર્જિત પીઓપી બનાવટની 300 થી વધુ મૂર્તિઓ બગુમરા નહેર માંથી કાઢી તમામ મૂર્તિઓને બે ટેમ્પામાં ભરી બગુમરા તુંડી રોડ ઉપર આવેલી ખેતરાડી પાણીની ખાડીમાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો. અને "સ્વચ્છ વિસર્જન, સ્વચ્છ વાતાવરણ, સ્વચ્છ ગામ" બનાવવા માટેની અપીલ કરી છે.