પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારના જન્મદિવસ નિમિતે વિધાનસભામાં સમાવિષ્ટ ગોધરા,મોરવા હડફ અને સંતરામપુર તાલુકાના ભાજપના પદાધિકારીઓ, હોદ્દોદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું,જેમાં મોરવા હડફ તાલુકાની ૬૯,સંતરામપુર તાલુકાની ૪૩ જ્યારે ગોધરા તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાના એમ કુલ ૧૨૩ શાળાઓના ૨૧૬૫૯ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો હતો.