રાજુલા શહેરમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીના ઢગલા ઉભા થયા છે. નાગરિકો તકલીફો અનુભવી રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિએ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપીને સફાઈ કર્મચારીઓની સમસ્યાઓ ઉકેલવા તથા તેમની માંગણીઓ સ્વીકારવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.