ભરૂચના ભોલાવ યંગસ્ટર્સ ગ્રૂપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.ભોલાવના રાજાધિરાજ ગણેશના ભરૂચના ભોલાવ ગામમાં ગણેશ પંડાલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભાજપના જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં 10 કલાકથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ગામના યુવાનોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ગામના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.