કડી શહેરમાં નવીન રેલ્વેસ્ટેશન નું છેલ્લા ઘણા મહિનાઓ થી કામ પૂર્ણ થયેલું છે.ત્યારે આવતીકાલે 25 ઓગસ્ટના રોજભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેલ્વેસ્ટેશન નું ઉદઘાટન વર્ચ્યુઅલી કરવામાં આવશે.ત્યારે તેને લઈ આજે અમદાવાદ થી બેચરાજી સુધી પેસેન્જર ટ્રેન નો ટ્રાયલ કરવામાં આવ્યો હતો.કડી ની પેટા ચૂંટણીને લઈ આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.ત્યારે આવતીકાલે સાબરમતીથી બેચરાજી સુધી ની પેસેન્જર ટ્રેન વિધિવત રીતે શરૂ કરવામાં આવશે.