મોરવા હડફમા હડફ ડેમનો 5 દરવાજા 1.20 મીટર સુધી પાણી આજે રવિવારના રોજ છોડવામા આવી રહ્યુ છે.જેમા હડફ ડેમ પૂર્ણ સપાટી એ ભરાઈ જતા રુલ લેવલ જાળવવા માટે 26000 ક્યુસેક પાણી હડફ નદી માં છોડવામા આવ્યુ છે જેને લઈને નદી પર આવેલા કોઝ વે અને નાના બ્રિજ ક્રોસ ન કરવા અને નદી કાંઠાના ગામો જેમા ખાનપુર, કડાદરા,મોરવા હડફ,બાલુખેડી,ડાંગરીયા,માતરીયા વેજમા સહિતના ગામોના લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામા આવી છે.જેની માહિતી આજે રવિવારે સવારે 11.30 કલાકે મળવા પામી હતી