અમદાવાદના SG હાઇવે પર ફ્લાયઓવરની કામગીરીને લઈ રોડ બંધ કરાયો.. YMCA ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 6 મહિના માટે બંધ કરાયો છે. એને પગલે મુમતપુરા રોડ અને એસ.જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો. ઓફિસ જનારા લોકો માટે 15થી 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો. શુકવારે 5.30 કલાકે પણ સમસ્યા યથાવત જોવા મળી..