હાલોલના દેવડેમ ખાતે એક આધેડ પુરુષને આજે મંગળવારના રોજ સાજના સમયે મગર ડેમના પાણીમા ખેંચી જતા વન વિભાગ,હાલોલ રૂરલ પોલીસ તેમજ હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા ડેમના પાણીમા પુરુષની શોધખોળ હાથ ધરાઈ હતી.ધોળીકુઈ ગામના પ્રભાતભાઈ નાયક ડેમના કિનારા પર ભેંસો ચરાવવા ગયા હતા.જેઓ ડેમના કિનારા પર જતા મગરે અચાનક તેમની પર હુમલો કરી તેમને ઊંડા પાણીમા લઈ ગયા હતો.જેથી તેમનું મોત નિપજતા પોલીસે તેમના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે