ખેડા જિલ્લાના લોકસભા સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી કન્સ્ટીટુઅન્સી ફોર રોડ સેફટી કમિટીની બેઠક નગરપાલિકા ટાઉન હૉલ, કઠલાલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદશ્રીએ ખેડા જિલ્લામાં આવેલ ૫ બ્લેક સ્પોટ પર માર્ગ સલામતીને ધ્યાને રાખી કાર્યવાહી કરવા સૂચન આપ્યા હતા. તેમજ જિલ્લામાં માર્ગ સલામતી સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. કઠલાલ ના ભાનેર પાસે અકસ્માત અટકાવવા વાહનોની ગતિ નિયંત્રિત કરવા સૂચના અપાઇ.