મોડાસા તાલુકાના સરડોઈ નજીક સ્વયંભૂ બિરાજમાં શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે ખાતે યોજાયેલ શિવ પુરાણ કથા સપ્તાહના અને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે હજારો શ્રદ્ધાળુઓ એ ભગવાન શ્રી ધારેશ્વર મહાદેવજી ના દર્શન અને શિવ પુરાણ કથાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.આ શિવ પુરાણ કથાનું લાલપુર,પાદર,સરડોઇ,ટીટીસર,સજાપુર ગામના સમસ્ત ગ્રામજનોએ સુંદર આયોજન કર્યું હતું.